Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Vandalism exposed in old collector's office; Video of employee demanding bribe goes viral

VIDEO: Rajkot / જૂની કલેક્ટર કચેરીમાં તોડબાજીનો પર્દાફાશ; કર્મચારીએ લાંચ માગતો વીડિયો થયો વાયરલ

Timeછેલ્લું અપડેટ : 07 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજકોટની જૂની કલેક્ટર કચેરી ફરી એકવાર વિવાદોમાં સપડાઈ છે. ગ્રામ્ય વિભાગ-૨ ની સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન કચેરીમાં અરજદારો પાસેથી તોડબાજી અને ભ્રષ્ટાચારનો ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં એક આઉટસોર્સ કર્મચારી ખુલ્લેઆમ લાંચ માંગતો અને રૂપિયા ૨,૦૦૦ રોકડા સ્વીકારતો કેમેરામાં કેદ થયો છે, જેના પગલે તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

App Store

વાયરલ વીડિયોમાં ખુલાસો થયો છે કે કચેરીના કર્મચારીઓ અરજદારોના કામ મહિનાઓ સુધી અટકાવી રાખતા હતા. ત્યારબાદ અરજદાર કંટાળીને આવે ત્યારે સમજશો કહી ઘૂસ (લાંચ) માંગવાની પદ્ધતિ અમલમાં હોવાનું સામે આવ્યું છે. જાગૃત નાગરિક દ્વારા બનાવવામાં આવેલા આ વીડિયોમાં આઉટસોર્સ કર્મચારી અરજદાર પાસે ₹5,000ની લાંચ માંગે છે અને વાતચીતના અંતે ₹2,000 રોકડા લેતા સ્પષ્ટ દેખાય છે.

આ વાયરલ વીડિયોમાં સૌથી ગંભીર બાબત એ છે કે લાંચ લેનાર કર્મચારી રૂપિયા સ્વીકારતી વખતે અન્ય કર્મચારીઓ સાથે તેની ભાગીદારી હોવાના સંકેતો આપે છે. એટલું જ નહીં, વાતચીત દરમિયાન ફિરોઝભાઈના સાબેહનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ હજારો રૂપિયાની ગેરકાયદે વસુલાત રોજિંદા ધોરણે થતી હોવાની  આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

જૂની કલેક્ટર કચેરીમાં તોડબાજીનો વીડિયો વાયરલ થતાં જ ડેપ્યુટી કલેક્ટરે તાત્કાલિક અસરથી તપાસના આદેશ આપ્યા હતા. તપાસ બાદ, કોન્ટ્રાક્ટ બેઝ પર પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા હિરેન ચૌહાણને નોકરીમાંથી છૂટો કરી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે જો તપાસમાં અન્ય કોઈ કર્મચારી કે અધિકારીની સંડોવણી જણાશે તો તેમના વિરુદ્ધ પણ કડક પગલાં લેવામાં આવશે.