Video: રાજકોટ જિલ્લાના ખેડૂતો માટે કમોસમી વરસાદ આફત બન્યો: જેતપુરના પીઠડીયા ગામમાં મગફળી અને કપાસનો પાક પલળી જતા વ્યાપક નુકસાન

રાજકોટ જિલ્લામાં અચાનક બદલાયેલા હવામાન અને કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. પીઠડીયા ગામમાં ખેતરોમાં તૈયાર થયેલી મગફળી, કપાસ અને સોયાબીનનો પાક પાણીમાં પલળીને બરબાદ થઈ ગયો છે. માર્કેટિંગ યાર્ડમાં પણ ખુલ્લામાં પડેલી મગફળી પલળી જવાથી વેપારીઓ ખરીદવા તૈયાર નથી….મોંઘા ખાતર, ડીઝલ અને બિયારણ લાવીને ઉછેરેલો પાક નિષ્ફળ જવાથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે અને માથે મોટું દેવું થઈ ગયું છે. આ ગંભીર પરિસ્થિતિને જોતા રોષે ભરાયેલા ખેડૂતોએ રાજકોટ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા, દેવા માફ કરવા અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ તાત્કાલિક આર્થિક સહાય પૂરી પાડવાની ઉગ્ર માંગ કરી છે







