Rajkot news: બિલ્ડીંગના સાતમાં માળેથી બે વર્ષના બાળકનું પટકાતા મોત, પોલીસે શરૂ કરી તપાસ

સોર્સ : GSTV
ગુજરાતના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં રાજકોટ કાલાવડ રોડ પર બિલ્ડીંગના સાતમાં માળેથી પટકાતા બે વર્ષના બાળક પટકાયુ હતું. બાળકનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું .અર્જુન પાર્ટી પ્લોટની સામે નવી બનેલી સાઈટ માં દુર્ઘટના બની હતી.
રમતા રમતા બાળક સાતમા માળેથી પટકાયો
મળતા અહેવાલ પ્રમાણે માતા હેતવીબેન માવી સાઈટ પર કામ કરતા હતા,આ સમયે રમતા રમતા બાળક સાતમા માળેથી પટકાયો હતો. આનન ફાનનમાં બાળકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે ટૂંકી સારવાર બાદ બાળકનું મોત નિપજ્યું હતું. તો બીજી તરફ બાળકનું પોસ્ટમોર્ટમ કર્યા વિના જ મૃતદેહ લઈ જવામાં આવ્યો હતો..

