Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot News: CCTV footage of a woman being beaten up, victim reveals

Rajkot News: મહિલાને ઢોર માર મારતા CCTVનો મામલો, પીડિતાએ કર્યા ખુલાસા

Timeછેલ્લું અપડેટ : 12 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Rajkot News: મહિલાને ઢોર માર મારતા CCTVનો મામલો, પીડિતાએ કર્યા ખુલાસા
સોર્સ : GSTV

રાજકોટમાં મહિલાને ઢોર માર મારતા CCTVનો મામલો સામે આવ્યો હતો. આમાં પીડિત મહિલાએ હવે પોતે મીડિયા સમક્ષ આવી ખુલાસા કર્યા હતા.

App Store

"જે મારા સાથે થયું તેવું તારા સાથે થાય તો શું થાય?"

પીડિત મહિલાએ જણાવ્યું કે, "મને માર માર્યો તે અંગે મેં CCTV સાથે તેના પરિવારને જાણ કરી હતી. મૌલિક નાદપરાને મેં કહ્યું હતું કે, જે મારા સાથે થયું તેવું તારા સાથે થાય તો શું થાય? મૌલિકે જ કહ્યું હતું કે, તું પણ મને મારી લે અને માફી પણ માંગી હતી. મારા પર થર્ડ ડીગ્રી કરવામાં આવતી જે તમે કોઈએ સહન કરી છે? મારી માનસિક સ્થિતિ શું હશે."

"હું કોર્ટમાં પુરાવા આપીશ"

મહિલાએ આગળ જણાવ્યું કે, અમારા પ્રેમ પ્રકરણ અંગે હું અત્યારે કાંઈ નહિ કહું, હું કોર્ટમાં પુરાવા આપીશ. મારી પાસે એક વિડીયો છે તે હું કોર્ટમાં આપીશ. મારું શારીરિક શોષણ પણ થયું છે, જે હું કોર્ટમાં રજૂ કરીશ. અન્ય છોકરીઓ સાથે પણ મૌલિકના સંબંધો છે. છોકરીઓને ઓફિસમાં નોકરીએ રાખતો અને શારીરિક શોષણ કર્યું. છોકરીઓ મફતમાં નોકરી કરવા તૈયાર થતી હતી.

અમારા પ્રેમ સંબંધની જાણ તેની પત્નીને પણ હતી. તે તેની પત્નીને પણ મેન્યુપ્લેટ કરતો, જેથી તેની પત્ની પણ તેની જ વાત માનતી હતી. અન્ય છોકરીઓ સાથે પણ મૌલિક નાદપરાને સંબંધો હતા.