રાજકોટ: મહંતને મારી નાંખવાની ધમકી મળી, વીડિયો વાયરલ કરી ગૃહ મંત્રીને કાર્યવાહીની માગ કરી
સોર્સ : gstv
રાજકોટ જીલ્લાના ઉપલેટાના મજેઠી ગામના મહંત એ પોલીસ ફરિયાદ નોંધાવી છે. કેરિયા ટીંબા હનુમાનજી મંદિરના મહંત એ પાટણવાવ પોલીસ સ્ટેશનમાં (રાજકોટ ગ્રામ્યમાં) ફરિયાદ નોંધાવી છે.
મહંત કરુણાદાસને મેરામણ આહિર નામના વ્યક્તિ દ્વારા જેમ તેમ ગાળો બોલી અને અભદ્ર વર્તન કરવામાં આવ્યું છે. આ સાથે મહંતને મારી નાંખવાની ધમકી પણ આપી હતી.
મહંત દ્વારા ધોરાજી તાલુકાના પાટણવાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. મહંત એ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરી ધમકી આપનાર પર વધુમાં વધુ કડક પગલાં લેવા માટે માગ કરી છે.
ગૃહ મંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પણ રજૂઆત કરવા સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે.

