Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Rajkot/ Elderly man falls from wheelchair due to pothole in Civil Hospital campus,

Rajkot/ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ખાડાને કારણે વ્હીલચેર પરથી વૃદ્ધ ગબડી પડ્યા, તંત્ર ઘોર નિદ્રામાં

Timeછેલ્લું અપડેટ : 25 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Rajkot/ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ખાડાને કારણે વ્હીલચેર પરથી વૃદ્ધ ગબડી પડ્યા, તંત્ર ઘોર નિદ્રામાં
સોર્સ : gstv

રાજકોટની સિવિલ હોસ્પિટલ, જ્યાં આખા સૌરાષ્ટ્રમાંથી દર્દીઓ આશા લઈને આવે છે, ત્યાં જ સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે. હોસ્પિટલના ખખડધજ રસ્તાઓ અને ઠેર-ઠેર પડેલા ખાડાઓને કારણે આજે એક વૃદ્ધ દર્દીને ગંભીર અકસ્માત નડ્યો હતો. વ્હીલચેર પર જઈ રહેલા એક વૃદ્ધ દર્દી ખાડાને કારણે અચાનક ગબડી પડ્યા હતા.

App Store

ઘટનાની વિગત

મળતી માહિતી મુજબ, રાજકોટ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં વ્હીલચેર પર એક વૃદ્ધને લઈ જવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં આવેલા એક ઊંડા ખાડામાં વ્હીલચેરનું ટાયર ફસાઈ જતાં સંતુલન બગડ્યું હતું અને વૃદ્ધ દર્દી જોરદાર ફંગોળાઈને જમીન પર ગબડી પડ્યા હતા. વૃદ્ધા નીચે પડતા જ આસપાસના લોકોમાં દોડધામ મચી ગઈ હતી.

સ્થાનિકોએ કરી મદદ

આ દ્રશ્ય જોઈને હોસ્પિટલમાં હાજર અન્ય દર્દીઓના સ્વજનો અને સ્થાનિકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. વૃદ્ધને જમીન પરથી ઉભા કરી મહામહેનતે ફરીથી વ્હીલચેરમાં બેસાડવામાં આવ્યા હતા. સદનસીબે વૃદ્ધને કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ હોસ્પિટલના રસ્તાઓની હાલત જોઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અવારનવાર બનતી ઘટનાઓ

સિવિલ હોસ્પિટલમાં ખાડાઓને કારણે પડવા-આખડવાની આ કોઈ પહેલી ઘટના નથી. અહીં આવતા દર્દીઓ પહેલેથી જ બીમારીથી પીડાતા હોય છે, તેમાં પણ હોસ્પિટલના આવા રસ્તાઓ તેમની મુશ્કેલીમાં વધારો કરે છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા આ ખાડાઓ પૂરવામાં આવતા નથી કે રસ્તાનું સમારકામ કરવામાં આવતું નથી.