મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટમાં અંગત અદાવતમાં મારામારી, યુવક પર કર્યો જીવલેણ હુમલો

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના વિરનગર કનેસરા રોડ પર મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા. એક ટોળકીએ કાવતરું રચી કનેસરા

રાજકોટમાં અંગત અદાવતમાં મારામારી, યુવક પર કર્યો જીવલેણ હુમલો

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના વિરનગર કનેસરા રોડ પર મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા. એક ટોળકીએ કાવતરું રચી કનેસરા ગામના ગૌતમ રૂડા મેવાડા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. કનેસરા ગામની જ એક ટોળકીએ લોખંડની પાઇપ અને ધારીયા વડે હુમલો કર્યો હતો જેમાં ફરિયાદી ગૌતમ રૂડા મેવાડાના બંને પગ ભાંગી નાખ્યા હતા. તેના પગ અને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : રાજકોટ: જાહેરમાં આતંક મચાવનાર પેંડા ગેંગના આરોપીનું પોલીસે કાઢ્યું સરઘસ

મળતી માહિતી પ્રમાણે કોઈક અંગત અદાવતને કારણે મારામારી થઈ હતી. પીડિતના પરિવારે હુમલો કરનાર કનેસરા ગામના 12 આરોપી વિરુદ્ધ આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આટકોટ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો