Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Mineral mafias become rampant, causing loss to government

રાજકોટ: તંત્રના નાક નીચે ખનીજ માફિયાઓ બન્યા બેફામ, સરકારી તિજોરીને મોટું નુકશાન

Timeછેલ્લું અપડેટ : 31 Dec 2024
લાઇવ ટીવીGoogle News
રાજકોટ: તંત્રના નાક નીચે ખનીજ માફિયાઓ બન્યા બેફામ, સરકારી તિજોરીને મોટું નુકશાન

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ખનીજ માફીયાઓ બેફામ બન્યા છે. જ્યાં માફિયાઓ કશાની ચિંતા કર્યા વિના બેફામ રીતે ઉપલેટાની મોજ નદીમાં રેતીનું ખનન અને વહન કરી રહ્યા છે. હિટાશીના મશીન દ્વારા રેતી ભરવામાં આવી રહી છે તેમજ ભારે સંખ્યામાં ટ્રક દ્વારા ગેરકાયદેસર રીતે ખનન કરી તેનું પરિવહન કરે છે.

App Store

આ પણ વાંચો : જુનાગઢ જિલ્લાની નરસિંહ મહેતા યુનિવર્સિટીનો વધુ એક છબરડો, જાણો શું થયું

ઉપલેટામાં ખુલ્લેઆમ ગેરકાયદેસર રીતે ચાલતા ખનન અને વહન બાબતે જાણે ઉપલેટા મામલતદાર તેમજ ખનીજ વિભાગના આંખે પાટા બાંધ્યા હોય તેમ લાગે છે. પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોવાના આક્ષેપો લગાવ્યા છે. રાજકોટ-પોરબંદર નેશનલ હાઈવેની નજીક આ માફીયાઓ ખનન કરી રહ્યા છે. ઉપલેટા પંથક રેતી ખનીજ માટે પ્રખ્યાત છે એવામાં ખનીજ માફીયાઓ બેફામ બની રહ્યા છે તેમજ ખાણખનીજ અને મામલતદાર તંત્રની નાક નીચેથી સરકારી તિજોરીને ખુબ જ મોટું નુકશાન થઈ રહ્યું છે તે છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.