જુનાગઢ જિલ્લાની નરસિંહ મહેતા યુનિવર્સિટીનો વધુ એક છબરડો, જાણો શું થયું

જુનાગઢ જિલ્લાની નરસિંહ મહેતા યુનિવર્સિટીમાંથી વધુ એક છબરડો સામે આવ્યો છે. ઘટનાની જાણ થતાં આખરે યુનિવર્સિટીએ પોતાની ભૂલ સુધારવી પડી. થયું એવું કે પોરબંદરની એમ ડી સાયન્સ કોલેજમાં વિદ્યાર્થીઓને તેમના મૂળ માર્કસ કરતા વધુ માર્કસ આપી દેવામાં આવ્યા હતા. ભુલથી કોઈ આંકડાની ફેરબદલ થઈ જાય તો શંકાને સ્થાન ન હતું, પરંતુ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે ખબર પડી કે કેટલાક વિદ્યાર્થીઓને પેપરના કુલ માર્કસ કરતાં પણ વધુ માર્કસ આપવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : અમરેલીનો રહસ્યમયી કિસ્સો: અઢી મહિના પહેલા ગુમ મહિલાના કૂવામાંથી મળી આવ્યા અવશેષો
એમ ડી સાયન્સ કોલેજના Bsc સેમ-૩માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની દિવાળી પહેલા યુનિવર્સિટી દ્વારા પરિક્ષા લેવામાં આવી હતી. જેમાં 21 વિદ્યાર્થીઓને ટેક્નિકલ ખામીને કારણે કુલ માર્ક્સથી વધુ માર્ક્સ અપાઈ ગયા હતા. જેને લઈને પોરબંદરના વિધાર્થી નેતા દ્વારા યુનિવર્સિટીના કુલપતિ અને રજીસ્ટારનું આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું હતું. સમગ્ર મામલે ઘટનાની જાણ કરતાં યુનિવર્સિટીના રજીસ્ટ્રારે માહિતી આપતાં જણાવ્યું હતું કે, ભુલની જાણ થતાં જ તમામના પરિણામ સુધારા સાથે પરત કરી આપવામાં આવ્યા છે. તેમજ આજે તે પરિક્ષાનું સુધારાવાળું પરિણામ યુનિવર્સિટીની વેબસાઇટ પર મુકવામાં આવ્યું છે.

