Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Major corruption in underground sewerage works in Upaleta: Only 5 mm of rain causes landslides on roads

VIDEO: ઉપલેટામાં ભૂગર્ભ ગટરના કામમાં મોટો ભ્રષ્ટાચાર: માત્ર ૫ મીમી વરસાદમાં જ રસ્તાઓ પર પડ્યા મસમોટા ભૂવા

Timeછેલ્લું અપડેટ : 02 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટના ઉપલેટામાં ચાલી રહેલી ભૂગર્ભ ગટર યોજનાની નબળી કામગીરી અને તેમાં થયેલા ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈએ આક્ષેપ કર્યો છે કે, આ કામગીરી શરૂ થઈ ત્યારથી જ વ્યાપક ગેરરીતિઓની ફરિયાદો ઉઠી છે. આશ્ચર્યની વાત એ છે કે, કામના સ્થળે કોઈ એન્જિનિયર, સુપરવાઈઝર કે સરકારી થર્ડ પાર્ટી એન્જિનિયર હાજર રહેતા નથી. પરિણામે, તાજેતરમાં પડેલા માત્ર ૫ મિલીમીટર જેટલા સામાન્ય વરસાદમાં જ આખા ગામના રસ્તાઓ પર મસમોટા ખાડા અને ભૂવા પડી ગયા છે. કોંગ્રેસ નેતાએ તંત્રને ગંભીર ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો આગામી દિવસોમાં વધુ વરસાદ પડશે તો આ ખાડાઓ વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. હજુ પણ સમય છે, નગરપાલિકા અને સરકારનું તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી જાગે અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટર સામે પગલાં ભરીને નિયમ મુજબ યોગ્ય કામગીરી કરાવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.

App Store