VIDEO: રાજકોટના પેટ્રોલ પંપો પર સતત બીજા દિવસે લાંબી કતારો, વાહન ચાલકો ટાંકી કરાવી રહ્યા છે ફૂલ
સોર્સ : gstv
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની અસરો અને અફવાઓના પગલે રાજકોટના પેટ્રોલ પંપો પર સતત બીજા દિવસે લાંબી કતારો જોવા મળી રહી છે. લોકો પેનિકમાં આવીને ટાંકીઓ ફૂલ કરાવી રહ્યા છે. એક સ્થાનિક નાગરિકે રોષ ઠાલવતા જણાવ્યું કે, રાજકારણીઓને ક્યારેય લાઈનમાં ઉભા રહેવું પડતું નથી, હંમેશા મધ્યમવર્ગ જ પીસાય છે.રૂપિયા 200નું પેટ્રોલ પુરાવનાર વ્યક્તિ આજે 1500 રૂપિયાનું ઈંધણ લેવા મજબૂર બની છે. જનતાનો સવાલ છે કે જો સરકાર આને અફવા ગણાવતી હોય, તો તેને નિયંત્રિત કેમ નથી કરી શકતી?

