Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Fierce protest by Anganwadi sisters in Rajkot, venting anger against the government

VIDEO: રાજકોટમાં આંગણવાડી બહેનોનો ઉગ્ર વિરોધ, પગાર વધારાની માગ સાથે સરકાર સામે ઠાલવ્યો રોષ

Timeછેલ્લું અપડેટ : 19 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજકોટના જુબેલી ચોક ખાતે આજે 5 હજારથી વધુ આંગણવાડી બહેનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. હાઈકોર્ટના આદેશ છતાં વેતનમાં વધારો ન થતા રોષે ભરાયેલી બહેનોએ આંગણવાડીઓને તાળા મારી અચોક્કસ મુદ્દતની હડતાલ શરૂ કરી છે. સ્માર્ટ મોબાઈલ અને હાઈકોર્ટના નિર્દેશ મુજબ 24 હજાર 800 સુધીના પગાર વધારાની માંગ સાથે બહેનો મેદાને આવી છે. હાલમાં વર્કરને માત્ર દસ હજાર અને હેલ્પરને 5500 ચૂકવાતા આર્થિક અન્યાયનો સુર ઉઠ્યો છે.

App Store