Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Diesel being distributed openly at petrol pumps in Derdi Kumbhaji

VIDEO: Rajkot / દેરડી કુંભાજીમાં પેટ્રોલ પંપ પર ખુલ્લેઆમ કેરબાઓમાં ડીઝલનું વિતરણ, ઘટનાનો વીડિયો થયો વાયરલ

Timeછેલ્લું અપડેટ : 25 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સામાન્ય રીતે પેટ્રોલ પંપ પર ગાડીઓ કે બાઈકની લાઈનો જોવા મળતી હોય છે, પરંતુ રાજકોટ જિલ્લાના દેરડી કુંભાજી ગામે કંઈક અનોખા અને હાસ્યાસ્પદ દ્રશ્યો જોવા મળ્યા છે. અહીંના એક પેટ્રોલ પંપ પર ડીઝલ પુરાવવા માટે વાહનોની નહીં, પરંતુ પ્લાસ્ટિકના કેરબાઓની લાંબી કતારો જોવા મળી રહી છે.

App Store

સરકાર અને પુરવઠા વિભાગના કડક નિયમો મુજબ, સુરક્ષાના કારણોસર વાહન સિવાય ખુલ્લા કેરબા કે બોટલમાં પેટ્રોલ કે ડીઝલ આપવાની સખત મનાઈ છે. આમ છતાં, દેરડી કુંભાજી ખાતે આવેલા નાયરા કંપનીના પેટ્રોલ પંપ પર સંચાલક દ્વારા નિયમોની પરવા કર્યા વગર ખુલ્લેઆમ કેરબાઓમાં ડીઝલનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે પંપ પર મોટી સંખ્યામાં કેરબાઓ લાઈનબદ્ધ ગોઠવાયેલા છે અને સંચાલકો બેરોકટોક ઈંધણ ભરી રહ્યા છે.

પેટ્રોલ પંપ પર કેરબાઓની આ કતાર જોઈને ત્યાંથી પસાર થતા લોકો માટે આ દ્રશ્યો હાસ્યાસ્પદ બન્યા હતા. જોકે, આ બાબત માત્ર હસવા જેવી નથી પણ ગંભીર પણ છે. ખુલ્લા કેરબાઓમાં ઈંધણનું વહન કરવું એ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપવા સમાન છે. પંપ સંચાલકની આ મનમાની જોઈને સ્થાનિકોમાં પણ આશ્ચર્ય ફેલાયું છે.

આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે. શું પંપ સંચાલકને નિયમોની જાણ નથી? કે પછી જાણ હોવા છતાં નફાની લાલચમાં આ જોખમી કામગીરી કરવામાં આવી રહી છે? સૌથી મોટો સવાલ એ છે કે આ દ્રશ્યો સામે આવ્યા બાદ હવે રાજકોટ જિલ્લા પુરવઠા વિભાગ આ પંપ સંચાલક વિરુદ્ધ કોઈ કડક કાર્યવાહી કરશે કે કેમ?