Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : country liquor bottles spilled when bootlegger's bike slipped

VIDEO: Rajkotમાં દારુબંધીની પોલ ખુલી, બુટલેગરનું બાઈક સ્લીપ થતા દેશી દારૂની પોટલીઓ રસ્તા પર ઢોળાઇ

Timeછેલ્લું અપડેટ : 08 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

દારૂબંધીની કડક અમલવારીના દાવાઓ વચ્ચે રાજકોટમાં ખુલ્લેઆમ દારૂની હેરાફેરી થતી હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. શહેરના રૈયા ટેલીફોન એક્સચેન્જ નજીક એક બુટલેગર દારૂની પોટલીઓ લઈને જઈ રહ્યો હતો, ત્યારે અચાનક તેનું બાઇક સ્લીપ થતાં તેની પાસે રહેલી દેશી દારૂની પોટલીઓ રસ્તા પર ઢોળાઈ ગઈ હતી. જે બાદ બુટલેગર તૂટી ગયેલી પોટલીઓ સ્થળ પર જ છોડીને બાકીની દારૂની પોટલીઓ એક થેલામાં ભરીને તરત જ ભાગી ગયો હતો. આ સમગ્ર ઘટનાનો વિડિયો એક જાગૃત નાગરિકે પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો, જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડિયો શહેરની દારૂબંધીની કડક અમલવારીના દાવાઓ પર મોટો સવાલ ઊભો કરે છે. 

App Store