Rajkot news: નકલી દવાના વેચાણનું કનેક્શન સુરતમાં ખૂલ્યું, જાણો શું છે સમગ્ર મામલો

સોર્સ : GSTV
ગુજરાતના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં રાજકોટના નકલી દવાના વેચાણ મામલે થયેલા મોટા ખુલાસામાં હવે સુરત કનેક્શન સામે આવ્યું છે. સદભાવના મેડિકલ સ્ટોરમાંથી એક ગ્રાહકે ખરીદેલી વિટામિન ડીની દવા ગુણવત્તાયુક્ત ન હોવાનું લેબ ટેસ્ટમાં સાબિત થતા ગ્રાહકે પોલીસ ફરિયાદ કરી હતી.
રાજકોટના એક સ્ટોકિસ્ટ પાસેથી ખરીદવામાં આવી
આ મામલે મેડિકલ સ્ટોર દ્વારા રજૂ કરાયેલા બિલની તપાસ કરતા જાણવા મળ્યું કે આ દવા રાજકોટના એક સ્ટોકિસ્ટ પાસેથી ખરીદવામાં આવી હતી, જેણે આ જથ્થો સુરતના એક ડીલર પાસેથી મંગાવ્યો હતો. હાલમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પોતાની તપાસનો ધમધમાટ સુરત સુધી લંબાવ્યો છે અને નકલી દવાના આ મોટા નેટવર્કને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

