રાજકોટ-પોરબંદર પેસેન્જર ટ્રેનના રૂટમાં ફેરફાર, 35 દિવસ ભક્તિનગર સ્ટેશનથી થશે રવાના

રાજકોટ-પોરબંદર પેસેન્જર ટ્રેનના રૂટમાં ફેરફાર, 35 દિવસ ભક્તિનગર સ્ટેશનથી થશે રવાના
તસવીર: Google
આ સમાચાર સાંભળો

પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ સ્ટેશનના યાર્ડમાં ડાઉન મેઇન લાઇન પર બાકી રહેલા વિકાસકાર્યો પૂર્ણ કરવા માટે લાઇન નંબર-4 પર બ્લોક લેવાનો નિર્ણય લેવાયો છે. જેના પગલે ટ્રેન નંબર 59564/59563 રાજકોટ–પોરબંદર–રાજકોટ પેસેન્જર ટ્રેન 24 નવેમ્બર 2026થી 28 ડિસેમ્બર 2026 સુધી કુલ 35 દિવસ માટે રાજકોટને બદલે ભક્તિનગર સ્ટેશનથી દોડાવવામાં આવશે. આ ફેરફારથી રાજકોટ અને પોરબંદર વચ્ચે દૈનિક અપડાઉન કરતા હજારો મુસાફરોએ પોતાના મુસાફરીના સમયપત્રકમાં ફેરફાર કરવો પડશે.

ટ્રેનના રૂટમાં કરાયેલો ફેરફાર

જાહેરાત

રેલવે તંત્ર દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ, 35 દિવસના આ સમયગાળા દરમિયાન ટ્રેનના નિર્ધારિત સંચાલન દિવસોએ નીચે મુજબની વ્યવસ્થા અમલમાં રહેશે,

આંશિક પ્રારંભ: રાજકોટ–પોરબંદર પેસેન્જર ટ્રેન રાજકોટ જંક્શનને બદલે ભક્તિનગર સ્ટેશનથી પોતાની મુસાફરી શરૂ કરશે.
આંશિક સમાપન: પરત ફરતી વખતે પોરબંદર–રાજકોટ પેસેન્જર ટ્રેન રાજકોટ સ્ટેશન સુધી જવાને બદલે ભક્તિનગર સ્ટેશન પર જ પોતાની મુસાફરી પૂર્ણ કરશે.

લાઇન નંબર-4 પર બ્લોક લેવાતા રેલવેનો નિર્ણય

રાજકોટ સ્ટેશનના યાર્ડમાં ડાઉન મેઇન લાઇન પર વિકાસના કાર્યો બાકી છે, જેને પૂર્ણ કરવા માટે લાઇન નંબર-4 પર બ્લોક નિર્ધારિત કરવામાં આવ્યો છે. રેલવે સંચાલન ખોરવાય નહીં અને મુસાફરોને સુવિધા મળી રહે તે માટે ટ્રેનને શોર્ટ ટર્મિનેટ અને શોર્ટ ઓરિજિનેટ કરવાનો નિર્ણય લેવાયો છે.

ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે જણાવ્યું કે, “મુસાફરોની સુવિધા અને રેલવે સંચાલનને સુચારુ જાળવી રાખવાના હેતુથી આ ટ્રેનનું આંશિક પ્રારંભ અને સમાપન ભક્તિનગર સ્ટેશનથી કરાયું છે. મુસાફરો આ ફેરફારને ધ્યાનમાં રાખી મુસાફરીનું આયોજન કરે.”

આ સમાચાર શેર કરો

જાહેરાત