Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : car with no number plate hit the Activa driver hard

VIDEO: Rajkotમાં હિટ એન્ડ રન; નંબર પ્લેટ વગરની કારે એક્ટિવા ચાલકને મારી જોરદાર ટક્કર, ઘટના CCTVમાં કેદ

Timeછેલ્લું અપડેટ : 09 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજકોટમાં હિટ એન્ડ રનની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. કાળા કાચ અને નંબર પ્લેટ વગરની એક શંકાસ્પદ કારે પૂરપાટ ઝડપે એક્ટિવા સવારને જોરદાર ટક્કર મારી હતી. આ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. 

App Store

મળતી માહિતી મુજબ, પંચવટી મેઈન રોડ પર જ્યારે ટ્રાફિકની અવરજવર ચાલુ હતી, ત્યારે અચાનક એક કાર જેમાં કાળા કાચ લાગેલા હતા અને જેના પર કોઈ નંબર પ્લેટ પણ નહોતી, તે પૂરપાટ ઝડપે ધસી આવી હતી. આ બેફામ કારે રસ્તા પર જઈ રહેલા એક નિર્દોષ એક્ટિવા ચાલકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભીષણ હતી કે એક્ટિવા ચાલક હવામાં ફંગોળાઈને જમીન પર પટકાયો હતો.  અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. નંબર પ્લેટ વગરની આ કારને શોધવા અને બેફામ ચાલકને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.