Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : Big revelation in Bhavesh Vanvi murder case; Three brothers arrested

VIDEO: Rajkot / ભાવેશ વણવી હત્યા કેસમાં મોટો ખુલાસો; ત્રણ સગા ભાઈઓની ધરપકડ, મુખ્ય આરોપી ફરાર

Timeછેલ્લું અપડેટ : 17 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

રાજકોટમાં ચકચારી બનેલા ભાવેશ વણવી હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. LCB ઝોન-2ની ટીમે આ ગુનામાં સંડોવાયેલા ત્રણ મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા ત્રણેય આરોપીઓ સગા ભાઈઓ હોવાનું સામે આવ્યું છે, જેઓ રૈયાધાર વિસ્તારમાં રહે છે.

App Store

શું છે સમગ્ર મામલો?

રાજકોટના રૈયાધાર વિસ્તારમાં  ભાવેશ વાણવી નામના યુવકને પાંચ શખ્સો કારમાં ઉઠાવી ગયા હતા અને માર મારી રસ્તામાં ફેંકી દીધો હતો. આ કેસમા પોલીસે રૈયાધારથી ત્રણ સગાભાઈ રવિ, સાગર અને ગોપાલ જોગરાણાની અટકાયત કરી છે. મુખ્ય આરોપી હમીર જોગરાણા સહિત બે આરોપી પોલીસ પકડથી દૂર છે.

માહિતી અનુસાર મૃતક ભાવેશ વણવીને કૃપાલી નામની યુવતી સાથે સંબંધો હતા.અને હમીર જોગરાણા પણ કૃપાલી સાથે સંપર્કમાં હતો. હમીર જોગરાણાએ મૃતક ભાવેશ વાણવી સામે યુનિવર્સિટી પોલીસ મથકમાં હનીટ્રેપની અરજી કરી હતી.બે દિવસ પહેલા થયેલા સમાધાન બાદ, ભાવેશ પર બાઇક સવાર શખ્સોએ હુમલો કરી તેનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેને ફેંકી દીધો હતો. નોંધનીય છે કે મૃતક ભાવેશ વાણવી ગુન્હાઇત ઇતિહાસ ધરાવતો હતો.