Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / રાજકોટ : After Nirlipta Rai's arrival, rural police in action mode, SOG took this big action

VIDEO: Rajkot / નિર્લિપ્ત રાયના આવ્યા બાદ ગ્રામ્ય પોલીસ એક્શન મોડમાં, SOGએ કરી આ મોટી કાર્યવાહી

Timeછેલ્લું અપડેટ : 18 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજકોટ ગ્રામ્ય પોલીસમાં રેન્જ આઈજી તરીકે નિર્લિપ્ત રાયના પદભાર સંભાળ્યા બાદ પોલીસ તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ એક મોટી કાર્યવાહી કરતા લાખો રૂપિયાની ડુપ્લિકેટ જંતુનાશક દવાઓનો જથ્થો ઝડપી પાડ્યો છે. લોધિકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ત્રણ અલગ-અલગ કારખાનાઓમાં દરોડા પાડી પોલીસે અંદાજે રૂપિયા 25 લાખથી વધુની કિંમતની ડુપ્લિકેટ દવાઓ અને પેકિંગ મટીરિયલ કબજે કર્યું છે.

App Store

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ કારખાનાઓમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી 'યુનાઈટેડ ફોસ્ફરસ લિમિટેડ' (UPL) કંપનીના નામે ડુપ્લિકેટ જંતુનાશક દવાઓ બનાવવામાં આવતી હતી. આ ટોળકી અસલી કંપની જેવું જ પેકિંગ અને લેબલિંગ કરીને ખેડૂતોને નકલી દવાઓ ઊંચા ભાવે વેચતી હોવાનું સામે આવ્યું છે. SOG ની ટીમે આ દરોડા દરમિયાન 25 લાખથી વધુની કિંમતની નકલી દવા ઝડપી પાડી હતી.  આ કૌભાંડમાં પોલીસ તપાસ દરમિયાન ધ્રુવ પટોડિયા, ધવલ કોરાટ, સાહિલ ટીબડિયા, કશ્યપ આકોલિયા સહિતના વ્યક્તિઓના નામ ખુલ્યા છે.