VIDEO: રાજકોટના વીરપુરમાં ઇન્સ્ટાગ્રામ રીલના ચક્કરમાં હવામાં ધડાકા કરવું યુવકને પડ્યું ભારે, પોલીસે કરી સખ્ત કાર્યવાહી
સોર્સ : GSTV
રાજકોટના વીરપુરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, જેમાં યુવકે ઘોડા પર સવાર થઈને હાથમાં દેશી હાથ બનાવટનો જોટો (બંદૂક) લઈને હવામાં ફાયરિંગ કરતો વીડિયો પોસ્ટ કરતા પોલીસે એક્શન લીધું હતું. વીડિયો વાયરલ થતાં જ વીરપુર પોલીસ એક્શન મોડમાં આવી હતી અને રીલબાજ યુવાનની અટકાયત કરી હતી.
પોલીસે યુવાન સામે કરી કાર્યવાહી
પોલીસે યુવક પાસેથી ગેરકાયદેસર દેશી હથિયાર કબ્જે કર્યું હતું, અને તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી હતી, તો બીજી તરફ પોલીસના સકંજામાં આવતા જ હવામાં ધડાકા કરનાર ગોપાલ મકવાણાનો નશો ઉતરી ગયો હતો, કાન પકડીને માંગી માફી હતી.

