મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: લોધિકા અને ગોંડલ તાલુકામાંથી બે બોગસ ડોક્ટરો ઝડપાયા, હોસ્પિટલ ખોલી કરતા હતા લોકોની સારવાર

રાજ્યમાં નકલીઓની બોલ બાલા વધી હોય તેવું સતત સામે આવી રહ્યું છે. રાજ્યના મોટા શહેરમાંથી વધ

રાજકોટ:  લોધિકા અને ગોંડલ તાલુકામાંથી બે બોગસ ડોક્ટરો ઝડપાયા, હોસ્પિટલ ખોલી કરતા હતા લોકોની સારવાર

રાજ્યમાં નકલીઓની બોલ બાલા વધી હોય તેવું સતત સામે આવી રહ્યું છે. રાજ્યના મોટા શહેરમાંથી વધુ બે બોગસ તબીબો ઝડપાયા છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટ જિલ્લાના બે તાલુકામાંથી નકલી ડોક્ટરો ઝડપાયા છે.  રાજકોટ SOGની ટીમે લોધિકા અને ગોંડલ તાલુકામાંથી બોગસ તબીબ ઝડપાયા હતા.

ડિગ્રી વગર લોકોની સારવાર કરતા ઝડપાયા

ઝડપાયેલા નકલી તબીબોની ઓળખ રાજેશ મારડીયા અને રાજુ ચૌહાણ તરીકે થઈ છે. આ બન્ને શખ્સો રાજકોટ જિલ્લામાં ડોક્ટરની ડિગ્રી વગર હોસ્પિટલ ખોલીને લોકોની સારવાર કરતા હતા. સંખ્યાબંધ લોકો આ નકલી તબીબની સારવાર લઈ ચૂક્યાનું સામે આવ્યું હતું. આ શખ્સો લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા હતા.

આ પણ વાંચો: સુરેન્દ્રનગર: પાટડી ITI કોલેજના પ્રિન્સિપાલને ચપ્પા મારનાર બે વિદ્યાર્થીઓને કોર્ટે ફટકારી દસ વર્ષની સજા

રાજકોટ SOGએ દરોડા પાડીને બોગસ તબીબોની હોસ્પિટલ સીલ કરી

રાજકોટ SOGને બાતમી મળ્યા મુજબ બન્ને શખ્સોની હોસ્પિટલ પર દરોડા પાડ્યા હતા. તપાસ દરમ્યાન મોટી સંખ્યામાં એલોપેથીક દવાઓ, ઈન્જેક્શન સહિતનો સામાન મળી આવ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલને જપ્ત કર્યો હતો.

આ સમાચાર શેર કરો