મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટના રાજવીનો મિલકત વિવાદ હાઇકોર્ટમાં, બહેને જ કરી અરજી

રાજકોટના રાજવીની 1500કરોડની મિલકતનો વિવાદ હાઇકોર્ટે પહોંચ્યો છે. આ અંગે રાજકોટના રાજા મ

રાજકોટના રાજવીનો મિલકત વિવાદ હાઇકોર્ટમાં, બહેને જ કરી અરજી

રાજકોટના રાજવીની 1500કરોડની મિલકતનો વિવાદ હાઇકોર્ટે પહોંચ્યો છે. આ અંગે રાજકોટના રાજા માંધાતા સિંહ જાડેજાના બહેન અંબાલિકા દેવીએ હાઈકોર્ટમાં કરી અરજી છે. રાજકોટ સિવિલ કોર્ટે દાવાની અરજી ફગાવતા મામલો ઉચ્ચ ન્યાયાલયમાં પહોચ્યો છે. આ અંગે વધુ સુનાવણી 23 જુલાઈએ હાથ ધરાશે. 

સ્વર્ગીય મનોહરસિંહ જાડેજા દ્વારા તૈયાર કરવામાં આવેલી રિલીઝ ડીડ અને વસિયતનામા પર મનાઈ હુકમ આપવા દાવો કરાયો હતો. આ દાવો વર્ષ 2021માં અંબાલિકા દેવીએ રાજકોટ સિવિલ કોર્ટમાં કર્યો હતો. જ્યાં રાજકોટ સિવિલ કોર્ટે મનાઈ હુકમ આપવા ઇન્કાર કર્યો હતો. રાજકોટ સિવિલ કોર્ટે દાવાની અરજી ફગાવતા અરજદાર અંબાલિકા દેવીએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. આ વિવાદ રૂ. 1500 કરોડની મિલકતનો છે. આ કેસમાં છૂટાછેડાના બહાને ભાઈ માંધાતસિંહ દ્વારા દસ્તાવેજમાં ખોટી સહી કરાવી હોવાનો આક્ષેપ કરાયો છે. આ અંગે વધુ સુનાવણી 23 જુલાઈએ હાથ ધરાશે. 

આ સમાચાર શેર કરો