Rajkot news: ભાયાવદરમાં ભાજપના અગ્રણીના વિસ્તારમાં પોલીસના દરોડા, જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા
ગુજરાતના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં રાજકોટના ઉપલેટ

ગુજરાતના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં રાજકોટના ઉપલેટા તાલુકાના ભાયાવદરમાં ભાજપના અગ્રણી અને નગરપાલિકાના કારોબારી ચેરમેન માયાબેન વાછાણીના પતિ અતુલ વાછાણીના મયુરનગર વિસ્તારમાં પોલીસે રાત્રી દરમિયાન જુગાર અંગે દરોડો પાડ્યા હતા.
ભાજપના અગ્રણીના વિસ્તારમાં પોલીસના દરોડા
મળતા અહેવાલ પ્રમાણે પોલીસને બાતમી મળી હતી કે મયુરનગરમાં જુગારનો અડ્ડો ચાલી રહ્યો છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. તો બીજી તરફ આ કાર્યવાહીમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
દરોડા દરમિયાન 2 લાખ 74 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો
દરોડા દરમિયાન 2 લાખ 74 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો, જેમાં રોકડ રકમ, 6 મોબાઈલ અને 4 મોટરસાયકલ પણ સામેલ છે. રાજકીય વગ ધરાવતા નેતાના ઘરે થયેલી આ કાર્યવાહીથી પંથકમાં તેમજ રાજકીય વર્તુળમાં ભારે ચકચાર મચી જવા પામી છે..




