Rajkot news: સોની બજારમાંથી બંગાળી કારીગર કરોડોનું સોનું લઈને ફરાર
ગુજરાતના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટના સો

ગુજરાતના રાજકોટમાંથી ખાસ અહેવાલ સામે આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટના સોની બજારમાંથી બંગાળી કારીગર સોનું લઈને ફરાર થયો હતો મળતા અહેવાલ પ્રમાણે શ્રી હરિ ઓર્નામેન્ટ પેઢીમાં 1 કરોડના સોનું ચોરી કરીને શખ્સ ફરાર થયો હતો.
પેઢીમાં 1 કરોડના સોનું ચોરી કરીને શખ્સ ફરાર
બંગાળી કારીગર ૧૩૪૯.૩૩૦ ગ્રામ સોનું લઇને ફરાર થયો હતો. પેઢીના માલિકે એ ડિવીઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, પોલીસે તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સોની બજારમાંથી કારીગર સોનું લઈને ફરાર થયો હતો.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ
સોની વેપારી તરુણભાઈ પાટડીયા પાસે શફીકુલ શેખ નામનો બંગાળી કારીગર છેલ્લા ઘણા સમયથી કામે હતો. તેણે કામકાજ માટે 18 કેરેટનું કુલ1,349.330 ગ્રામ સોનું પેઢીમાંથી લીધું હતું. જોકે, તે પછી કારીગર લાપતા થઈ ગયો.સોનાની અંદાજિત કિંમત આશરે એક કરોડ એક લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે.હાલમાં આ ઘટના બને એક મહિનો થઈ ગયો હોવા છતાં વેપારીએ તાજેતરમાં જ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરવામાં આવી છે.






