Rajkot news: ધોરણ ૧૦માં અભ્યાસ કરતી ૧૫ વર્ષીય કિશોરીએ કરી આત્મહત્યા, જાણો શું છે સમગ્ર મામલો
રાજકોટના રૂડા નગર વિસ્તારમાં રહેતી ધોરણ ૧૦માં અભ્યાસ કરતી ૧૫ વર્ષીય નીતા ઠાકોરે પ

રાજકોટના રૂડા નગર વિસ્તારમાં રહેતી ધોરણ ૧૦માં અભ્યાસ કરતી ૧૫ વર્ષીય નીતા ઠાકોરે પોતાના ઘરે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે.વિદ્યાર્થીની પાસેથી પોલીસને એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં તેણે લખ્યું છે કે, હું જીવનથી કંટાળી ગઈ છું, સોરી....
પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું
. આ ઘટનાને પગલે પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.બનાવની જાણ થતાં જ તાલુકા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પ્રાથમિક તપાસ બાદ પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો છે. કિશોરીએ કયા દબાણ કે કારણોસર આ અંતિમ પગલું ભર્યું, તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.




