મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ નાગરિક બેંકના નવા ચેરમેનની પસંદગી, આવતીકાલે થશે સત્તાવાર જાહેરાત

રાજકોટ નાગરિક સહકારી બેંકના નવા ચેરમેન તરીકે દિનેશભાઇ પાઠક અને વાઇસ ચ

રાજકોટ નાગરિક બેંકના નવા ચેરમેનની પસંદગી, આવતીકાલે થશે સત્તાવાર જાહેરાત

રાજકોટ નાગરિક સહકારી બેંકના નવા ચેરમેન તરીકે દિનેશભાઇ પાઠક અને વાઇસ ચેરમેન તરીકે જીવણભાઇ પટેલની નિમણૂક થવા જઈ રહી છે. આજે નવા ચૂંટણી થયેલા ૨૧ બોર્ડ ઓફ ડિરેકટર્સની પ્રથમ બેઠક યોજાઈ હતી, જેમાં ચેરમેન અને વાઇસ ચેરમેનના પદ માટે ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા જેમાં આ ફોર્મને સર્વ સંમતિથી મંજૂરી આપવામાં આવી હતી. આ દરમિયાન, બન્ને ડિરેકટરો દ્વારા ફોર્મ ભરાયા હતા, પરંતુ અન્ય કોઈએ આ પ્રક્રિયામાં ભાગ લીધો નહોતો. જેથી આવતીકાલે, દિનેશભાઇ પાઠક અને જીવણભાઇ પટેલને સત્તાવાર રીતે ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવશે. 

આ પણ વાંચો: ધોરાજી : સગીરા પર સગા બાપે અનેકવાર આચર્યું હતું દુષ્કર્મ, કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

ઉલ્લેખનીય છે કે રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા ૧૭ નવેમ્બરે હાથ ધરવામાં આવી હતી. જેમાં ભારતીય જનતા પક્ષ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો જૂથવાદ સામે આવ્યો હતો. લગભગ 28 વર્ષ બાદ આ ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં 21 ડિરેક્ટરોની બેઠક સામે સહકાર પેનલમાંથી 21 ઉમેદવારો તો સંસ્કાર પેનલમાંથી 11 ઉમેદવારો ફાઇનલ થયા હતા અને 6 બેઠક અગાઉ જ બિન હરીફ થઈ ગઈ હતી. તો સંસ્કાર પેનલના 4 ઉમેદવારોના નામ રદ કર્યા બાદ આજે મતદાન યોજાયું હતુ.

બેંક ના ૨૧ ડિરેકટરોની ચુંટણી પૈકી ૭ સહકાર બેંક ના ૬ ઉમેદવારો બિનહરીફ ચુંટાઇ આવ્યા હતા. બાકીની ૧૫ બેઠકો માટે સહકારી પેનલના ૧૫ ઉમેદવાર અને સંસ્કાર પેનલના ૧૧ ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો હતો. ગત રવિવારે મતદાન થયું હતું જેની મત ગણતરી મંગળવારે કરવામાં આવી હતી. જેમાં સહકાર પેનલના તમામ ઉમેદવારો ભારે લીડ સાથે વિજેતા બન્યા હતા.

દિનેશભાઈ પાઠક RSSના સમર્પિત કાર્યકર છે જેઓ નેશનલ ઇન્સ્યુરન્સ કંપનીમાં સીનીયર બ્રાંચ મેનેજર તરીકે કાર્ય કરતા હતા. જેમણે રાજકોટ નાગરિક સહકારી બેંક લી.માં 2021-2022માં કો-ઓપ્ટ ડીરેક્ટર તરીકે સેવા આપી હતી. ત્યારબાદ 2022થી ડીરેક્ટર તરીકે કાર્યરત છે. 

આ પણ વાંચો: રાજકોટમાં ડેપ્યુટી મેયર પર થયેલ જીવલેણ હુમલા બાદ તંત્ર સફાળે જાગ્યું, કલેકટરે લીધો મહત્વનો નિર્ણય

જીવણભાઈ પટેલ ગેલેક્સી ગ્રુપના જાણીતા ઉદ્યોગપતિ છે. તેઓએ બેંકમાં 2004થી 2022 સુધી ડીરેક્ટર તરીકે અને 2015થી 2020 સુધી વાઈસ ચેરમેન તરીકે સેવા આપી હતી.

આ સમાચાર શેર કરો