મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

TRP અગ્નિકાંડ બાદ રાજકોટ મનપા જાગી, 428 કર્મચારી-અધિકારીની ભરતી કરશે

રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટના બન્યા બાદ મહાનગર પાલિકાએ આજે ભરતી કરવાનો નિર્ણય લીધો છે. મળતા અહેવાલો

TRP અગ્નિકાંડ બાદ રાજકોટ મનપા જાગી, 428 કર્મચારી-અધિકારીની ભરતી કરશે

રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટના બન્યા બાદ મહાનગર પાલિકાએ આજે ભરતી કરવાનો નિર્ણય લીધો છે. મળતા અહેવાલો મુજબ મનપાએ ચીફ ફાયર ઓફિસર સહિત 428 કર્મચારીઓની ભરતી કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હાલ રાજકોટ મનપામાં 250 જેટલા કર્મચારીઓ કાર્યરત છે, ત્યારે આ ભરતી કરવામાં આવ્યા બાદ મનપામાં કુલ 696 કર્મચારીનો સ્ટાફ થઈ જશે. આ ભરતી પ્રક્રિયા માટે આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવશે. 

રાજકોટ મહાનગર પાલિકાના ઈતિહાસની સૌથી મોટી ભરતી કરવાની તૈયારી કરાઈ છે, જેમાં એક ચીફ ફાયર ઓફિસર, એક ડેપ્યુટી ઓફિસર, એક ઓએસ, 16 સ્ટેશન ઓફિસર, 26 લીડીંગ ફાયરમેન, 11 ક્લાર્ક, 168 ફાયર ઓપરેટર, 30 ડ્રાઈવર, બે પટાવાળા, 12 ક્લીનરનો સમાવેશ થાય છે. મળતા અહેવાલો મુજબ ડેપ્યુટી ફાયર ઓફિસરની તેમજ સ્ટેશન ઓફિસરની લાયકાતમાં સુધારો કરવામાં આવશે. 

અન્ય પોસ્ટની વાત કરીએ તો મનપા દ્વારા રીવાઇઝ સેટઅપમાં ચીફ ફાયર ઓફિસરની એક જગ્યા, ડેપ્યુટી ઓફિસરની બે, મેનેજરની બે, ઓએસ, ડિવિઝનલ ઓફિસરની ચાર નવી જગ્યા, 32 સ્ટેશન ઓફિસર, 70 નવા ફાયર સબ ઓફિસર, 44 નવા લીડિંગ ફાયરમેન, 10 નવા વર્ક આસિસ્ટન્ટ, ત્રણ નવા સિનિયર અને ત્રણ જુનિયર કલાર્કની જગ્યા તેમજ 272 નવા ફાયર ઓપરેટરની જગ્યા ઉભી કરવામાં આવશે. કાલે યોજાનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય થયા બાદ ભરતીની પ્રક્રિયા શરૂ કરાશે.

આ સમાચાર શેર કરો