રાજકોટ મહાનગરપાલિકાના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેએ આપ્યું રાજીનામું
Rajkot Municipal Corporation in charge CFO amit dave resigned | રાજકોટ મહાનગરપાલિકાનો ફાયર વિભાગ રામભરોસે ચાલી રહ્યો છે. RMCના ફાયર વિભાગનો ચાર્જ સંભાળવા કો

રાજકોટ મહાનગરપાલિકાનો ફાયર વિભાગ રામભરોસે ચાલી રહ્યો છે. RMCના ફાયર વિભાગનો ચાર્જ સંભાળવા કોઈ તૈયાર નથી. જામનગર અને અમદાવાદના ફાયર અધિકારીએ પણ રાજકોટની જવાબદારી સ્વીકારવાની ના પાડી છે. હવે મળતા સમાચાર મુજબ રાજકોટ મહાનગરપાલિકાના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે રાજીનામું આપી દીધું છે.
મારા પારિવારિક પ્રશ્નોને કારણે રાજીનામું આપ્યું - ઇન્ચાર્જ CFO અમિત દવે
રાજકોટ મહાનગરપાલિકાના ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેએ રાજકોટના મ્યુનિસિપલ કમિશનરને રાજીનામું સુપ્રત કર્યું છે. રાજીનામામાં તેમણે લખ્યું છે કે મારા પારિવારિક પ્રશ્નોને કારણે રાજીનામું આપું છું. મને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ જેવી બીમારી થઈ ગઈ છે. વર્કલોડ વધુ હોવાને કારણે પણ તણાવ રહે છે. ફાયર બ્રિગેડમાં સ્ટાફનો અભાવ ઓછો હોવાને કારણે વર્કલોડ વધુ રહે છે. સ્ટાફમાં મંજૂરી કરતા 25થી 30 ટકાની ઘટ કારણે પણ વર્કલોડ વધુ છે. ફાયર સેફટીના સાધનોની પણ ઘટ છે.
આ સાથે જ તેમણે લખ્યું છે કે કોઈ રાજકીય દબાણથી નહીં પણ મારા પારિવારિક કારણોથી રાજીનામું આપી રહ્યો છું. તેમણે સ્ટેશન ઓફિસર પદેથી પણ રાજીનામું આપી દીધું છે.






