મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મોટા સમાચાર / રાજકોટ અગ્નિકાંડમાં ચાર અધિકારીઓની ધરપકડ

Rajkot Gamezone fire : રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ અગ્ન

મોટા સમાચાર / રાજકોટ અગ્નિકાંડમાં ચાર અધિકારીઓની ધરપકડ

Rajkot Gamezone fire : રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં મોટા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ અગ્નિકાંડમાં ચાર અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે તેમજ તમામની  ધરપકડ કરવામાં આવી છે. 

ફાયર વિભાગના અધિકારી તેમજ ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ  કરવામાં આવી છે, તેમજ અગાઉ દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં ચાર અધિકારીઓના નામોનો  ઉમેરો કરવામાં આવ્યો છે. 

આ ચાર અધિકારીઓની ધરપકડ 

રાજકોટ મનપાના તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠીયા, 

ATPO મુકેશ મકવાણા, 

ગૌતમ જોશી, 

ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા 

રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડનો મામલે ચાર અધિકારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફાયર વિભાગના અધિકારી તેમજ ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અગાઉ દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં ચાર અધિકારીઓના નામોનો ઉમેરો કરવામાં આવ્યો છે. અગાઉ 2023ના સપ્ટેમ્બર મહિનામાં TRP ગેમ ઝોન ખાતે આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગ લાગ્યા બાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી તેમ છતાં ફાયર વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં નહોતા આવ્યા.

અગાઉ 2023ના જૂન મહિનામાં ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી સાગઠીયાએ બાંધકામ તોડી પાડવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી. ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા માત્ર નોટિસ પાઠવીને સંતોષ માની લેવામાં આવ્યો હતો. ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા સ્ટ્રકચર તોડી પાડવામાં નહોતા આવ્યું.

ચાર અધિકારીઓ મનપાના તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠીયા, ATPO મુકેશ મકવાણા, ગૌતમ જોશી, ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તમામની રાજકોટ શહેર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો