મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ અગ્નિકાંડ/ ઉચ્ચ અધિકારીઓ સામે કેમ પગલા ભરવામાં નથી આવતા?- શક્તિસિંહ ગોહિલ

રાજકોટમાં TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટનાને લઇને ગુજરાત કોંગ્રેસે પત્રકાર પરિષદ કરી હતી. ગુજરાત કોંગ્રેસના

રાજકોટ અગ્નિકાંડ/ ઉચ્ચ અધિકારીઓ સામે કેમ પગલા ભરવામાં નથી આવતા?- શક્તિસિંહ ગોહિલ

રાજકોટમાં TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટનાને લઇને ગુજરાત કોંગ્રેસે પત્રકાર પરિષદ કરી હતી. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આ દરમિયાન રાજકોટ અગ્નિકાંડની ઘટનામાં ન્યાયની માંગ કરી હતી અને જવાબદાર ઉચ્ચ અધિકારીઓ પર FIR દાખલ કરવા કહ્યું હતું.

શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, "રાજકોટ ખાતે અતિશય કરૂણ ઘટના બની, 30 વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પથ્થરદિલ હદય પણ રડી પડે તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી,એ સમયે જે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો છે તે પૈકીના માનવ અવશેષ ત્યાથી પ્રાપ્ત થાય, કેટલી હદ સુધી આગમાં તે વ્યક્તિઓ ભૂંજાયા હશે તેનો અંદાજ તેના પરથી આવી શકે.માણસના જીવની કોઇ કિંમત ના હોઇ શકે, અઢળક સંપત્તિ માણસનો જીવ પાછો નથી આપી શકતી. કોઇ પણ શબ્દો તેને સજીવન કરી શકતા નથી. કોઇ પણ SIT  થયેલા નુકસાનને ભરપાઇ ના કરી શકે. કોઇ પણ સરકારના શબ્દો તેના માટે પુરતા નથી હોતા. અતિશય દુ:ખ સાથે કહેવા માંગીશ કે આ અમુલ્ય જીવનની રક્ષા કરવાનું કામ બંધારણ પ્રમાણે જાન માલની સુરક્ષાની જવાબદારી ચૂંટાયેલી સરકારની છે."

રાજકોટની ઘટનામાં ન્યાય મળે

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, "એકાદ કોઇ ઘટના બને તો તેમાંથી પાઠ લેવો જોઇએ. એમાંથી શિક્ષા લેવી જોઇએ કે ભવિષ્યમાં આ ના બને. મને અત્યંત દુ:ખ છે કે સુરતમાં તક્ષશિલા કાંડમાં એક શિક્ષણના ક્લાસની અંદર બાળકોના જે રીતે મૃત્યુ થયા સરકારે તેમાંથી બોધપાઠ લેવાની જરૂર હતી. આજે જ જ્યારે આપણે વાત કરી રહ્યાં છીએ ત્યારે સુરતમાં જે પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા છે તે તક્ષશિલા કાંડના પરિવારજનો સુરતમાં એક સાથે ચોધાર આંસુએ રડે છે કે આટલો સમય થયો અમને હજુ સુધી ન્યાચ નથી મળ્યો. અપેક્ષા રાખીએ કે રાજકોટની ઘટનામાં ન્યાય મળે.

મોરબી અને વડોદરાની ઘટનાને યાદ કરતા કોંગ્રેસના નેતાએ કહ્યું, મોરબીમાં પુલ તૂટ્યો શું એ જવાબદારી કોની હતી? મોટા માથાઓ કે સરકાર જવાબદારીનો સ્વીકાર કરતા નથી. મોરબીનો પુલ તૂટ્યો જેમાં અનેક વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા. વડોદરામાં નાના ભૂલકાઓ બોટમાં બેસીને જાય અને સુરક્ષાની કોઇ ચિંતા જ નહીં. બચાવ કામગીરીની કોઇ વ્યવસ્થા જ નહીં. પાલનપુરમાં બ્રિજનું ઉદઘાટન થાય તે પહેલા જ તૂટી પડે. ગરીબ વ્યક્તિના મોત થાય અને તપાસ થાય ત નીકળે કે આ બ્રિજ બનાવતી કંપની ભ્રષ્ટાચારમાં બ્લેકલિસ્ટ થઇ હતી અને ભાજપના ધનભંડોળમાં રૂપિયા આપ્યા એટલે કંપની બ્લેકલિસ્ટમાંથી નીકળી પણ ગઇ.

શક્તિસિંહ ગોહિલે રાજકોટની ઘટના પર ફાયરી સેફ્ટીને લઇને સવાલ ઉઠાવ્યા હતા. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, રાજકોટમાં સમજી શકાય કે ખુણે ખાચરે ગેરકાયદેસર પ્રવૃતિ ચાલતી હોય પણ છડેચોક આ કામ ચાલતુ હોય અને કોઇ વ્યવસ્થા જ નહીં. જ્યા અનેક વ્યક્તિઓ ભેગી થતી હોય ત્યાં અંદર જવા અને બહાર આવવાનો એક જ દરવાજો. જ્યા ફાયર સેફ્ટીના કોઇ નવા પગલા ના લેવાય, હાઇકોર્ટે વારંવાર કહ્યું કે ફાયર સેફ્ટીના પગલા પહેલાથી લો અને લોકોના જાન માલની સુરક્ષાની ચિંતા કરો.

રાજકોટમાં સંપૂર્ણપણે ફાયર સેફ્ટીનું કામ કર્યા પછી ફાયરનું સર્ટી જોઇતું હોય તો હપતો આપવો પડે. ગરીબ માણસ ક્યાક નાનુ એવું ઝુંપડુ બનાવે અને ઘરની બહાર નાનો ઓટલો બનાવે તો મહાનગરપાલિકા, મામલતદાર ઓફિસ અને તંત્ર જાગી ઉઠે અને બુલડોઝર ફરે. અમાનવીય રીતે ઝૂંપડા તૂટે પણ ધનપતિઓ લોકોના જીવ સાથે ખિલવાડ કરે તો કોઇ પગલા ના લેવાના. કઇ પ્રકારનું રાજ્ય ચાલે છે. 156 બેઠકો લોકોએ તમને આ માટે જ આપી છે. 

કોંગ્રેસના નેતાએ કહ્યું કે, અતિશય દુ:ખ સાથે કહું છું કે આજે મ્યુનિસિપાલિટીના કેટલાક નાના અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે. જે જગ્યાએ સરકારનો મોટામાં મોટો અધિકારી જતો હોય અને ફોટો પડાવતો હોય શું નાનો અધિકારી ત્યા પગલા લઇ શકે ખરો? જ્યા મેયર જતા હોય, મ્યુનિસિપલ કમિશનર જતા હોય અને તેમના ફોટો તેમના જ સોશિયલ મીડિયામાં મુકાતા હોય તો નાનો અધિકારી બંધ કરાવી શકે ખરો.ઉચ્ચ અધિકારી-પદાધિકારીઓના નામ FIRમાં દાખલ કરો આ મારી પ્રથમ માંગણી છે. શા માટે ઉચ્ચ અધિકારીનું નામ FIRમાં નથી આવતું.ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષે ભાજપના પદાધિકારીઓની TRP ગેમઝોનમાં લીધેલી મુલાકાતની તસવીરો પણ બતાવી હતી. 

આ સમાચાર શેર કરો