VIDEO: રાજકોટ / નાસ્તો મોડો મળતા માથાકૂટ, લોધાવાડ ચોક નજીક મારામારીની ઘટના
રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલા લોધાવાડ ચોક નજીક મારામારીની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, એક નાસ્તાની લારી પર નાસ્


રાજકોટ શહેરના ગોંડલ રોડ પર આવેલા લોધાવાડ ચોક નજીક મારામારીની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, એક નાસ્તાની લારી પર નાસ્તો મોડો આપવા બાબતે બે યુવકો વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. મામલો વધતા બંને પક્ષો વચ્ચે ઉગ્ર માથાકૂટ અને મારામારી સર્જાઈ હતી. ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં યુવકો વચ્ચે થયેલી તકરાર અને મારામારીના દૃશ્યો કેદ થયા છે. ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા મામલે જરૂરી તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.




