મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટના સોની બજારમાં ભયાવહ આગ

રાજકોટના સોની બજારમાં એક કૉમ્પ્લેક્સમાં ભયાનક હતી. સોની બજારમાં આવેલી ‘દિયા ગોલ્ડ પોલિસિંગ’

રાજકોટના સોની બજારમાં એક કૉમ્પ્લેક્સમાં ભયાનક  હતી. સોની બજારમાં આવેલી ‘દિયા ગોલ્ડ પોલિસિંગ’ નામની દુકાનમાં આગ લાગી હતી...ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો એક્શનમાં આવ્યો અને 4 જેટલી ફાયરની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ. ફાયર ફાઈટરો દ્વારા હાલ આગ પર કાબૂ મેળવવાનો યુદ્ધના ધોરણે પ્રયાસ શરૂ કરાયો છે.દુકાનમાં રાખેલા ગેસના બાટલામાં બ્લાસ્ટ થવાને લીધે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. સદનસીબે, આ ભયાનક દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જેથી તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.  

આ સમાચાર શેર કરો