મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: સાડા પાંચ મહિનાના માસૂમના મોત મામલે એક મહિના બાદ નોંધાઈ ફરિયાદ

રાજકોટ : સાડા પાંચ મહિનાના માસૂમના મોત મામલે એક મહિના બાદ ફરિયાદ નોંધાઈ છે. રાજ

રાજકોટ: સાડા પાંચ મહિનાના માસૂમના મોત મામલે એક મહિના બાદ નોંધાઈ ફરિયાદ

રાજકોટ : સાડા પાંચ મહિનાના માસૂમના મોત મામલે એક મહિના બાદ ફરિયાદ નોંધાઈ છે. રાજ કુશવાહા નામના માસૂમની મોતનો મામલે ફરિયાદ નોંધાઈ છે.

રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જનાના હોસ્પિટલની નર્સ એકતા રાઠોડ અને નર્સિંગનો અભ્યાસ કરનાર પીન્ટુ ફાંગલીયા વિરુદ્ધ પોલીસ ફરીયાદ છે. BNSની કલમ 106(1) મુજબ પોલીસ ફરીયાદ નોંધવામાં આવી છે.

પીન્ટુ ફાંગલીયા દ્વારા સાડા પાંચ મહિનાના માસૂમને માસ્કમાં આપવાનું ઇન્જેક્શન પગની નસમાં આપ્યું હતું. ઇન્જેક્શન આપતા મૂળ બિહારના વતની રાજ કુશવાહાનું મોત નીપજ્યું હતું. મૃત્યુના એક મહિના બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગત ૬ જુલાઇએ પાંચ મહિનાના માસૂમ રાજ કુશવાહાનું મોત નીપજ્યું હતું.

આ સમાચાર શેર કરો