VIDEO: રાજકોટ ભાજપે માત્ર 22 ઉમેદવારોને રિપીટ કર્યા, મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, દંડક અને શાસક પક્ષના નેતાઓની કપાઈ ટીકિટ
સૌરાષ્ટ્રના એપી સેન્ટર રાજકોટમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે માત્ર 2


સૌરાષ્ટ્રના એપી સેન્ટર રાજકોટમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે માત્ર 22 ઉમેદવારો રીપિટ કર્યાં છે. જ્યારે 50 ઉમેદવારોના નામ પર કાતર ફેરવી દેવાઈ છે. મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, દંડક અને શાસક પક્ષના નેતાની ટીકિટ કાપી નાંખવામાં આવી છે. મેયરના મકાનના બાંધકામનો વિવાદ હોય કે પછી ટીઆરપી અગ્નિકાંડના પ્રજાના રોષની અસર ટીકિટ વહેંચણી પર પણ જોવા મળી છે.
પૂર્વ મેયર નયનાબેન, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન જયમીન ઠાકર અને ચિમન શુક્લના પુત્ર નેહલ શુક્લ ટીકિટ કાપવામાં આવી છે. બીજી તરફ પૂર્વ મેયર પ્રદિપ ડવને વોર્ડ નંબર-12માંથી ફરી ટીકિટ આપવામાં આવી છે. ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ ઉર્ફે ટીકુભા જાડેજાને વોર્ડ-નં 3માંથી રિપીટ કરવામાં આવ્યા છે. વોર્ડ નંબર 11માં સરકારી વકીલ રક્ષિત કલોલાને ટિકિટ આપવામાં આવી છે.




