VIDEO: રાજકોટ ભાજપે ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયાને આપ્યો આખરી ઓપ, 18 વોર્ડ માટે બનાવ્યા જુદા-જુદા બોક્સ
રાજકોટ શહેર ભાજપે ઉમેદવારોના ફોર્મ ભરવાની તૈયારીને આખરી ઓપ આપી દીધો છે. 18 વોર્ડ માટે 18 બોક્સ બ

રાજકોટ શહેર ભાજપે ઉમેદવારોના ફોર્મ ભરવાની તૈયારીને આખરી ઓપ આપી દીધો છે. 18 વોર્ડ માટે 18 બોક્સ બનાવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. દરેક બોક્સમાં કમ્પ્યુટર ઓપરેટર અને જરૂરી વસ્તુઓની આગોતરી તૈયારી કરી દેવાઈ છે. ઉમેદવારો જાહેર થયા બાદ તાત્કાલિક લીગલ ટીમ દ્વારા આ પ્રક્રિયા શરૂ કરી દેવાશે. 72 ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે જ કુલ 60 વકીલોની ટીમ પ્રક્રિયામાં લાગી જશે.



