Video: રાજકોટ AIIMSના મેડિકલના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, અગાઉ પણ કર્યો હતો આપઘાતનો પ્રયાસ
રાજકોટ AIIMSમાં અભ્યાસ કરતા મેડિકલના વિદ્યાર્થીએ ટ્રેન નીચે ઝંપલાવીને આપઘાત કરી

રાજકોટ AIIMSમાં અભ્યાસ કરતા મેડિકલના વિદ્યાર્થીએ ટ્રેન નીચે ઝંપલાવીને આપઘાત કરી લેતા શૈક્ષણિક જગતમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૂળ રાજસ્થાનના રતનકુમાર મેઘવાળ નામના યુવકે વહેલી સવારે ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આ વિદ્યાર્થીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થાનિકોએ તેને બચાવી લીધો હતો.




