મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: મવડી ગામમાં યુવતીએ ઝેરી દવા ગટગટાવી, યુવતીના પિતાએ ભુવા પર લગાવ્યો હત્યાનો આરોપ

રાજ્યના રાજકોટના મવડી ગામમાંથી મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. રાજકોટના મવડી ગામમાં અંધશ

રાજકોટ: મવડી ગામમાં યુવતીએ ઝેરી દવા ગટગટાવી, યુવતીના પિતાએ ભુવા પર લગાવ્યો હત્યાનો આરોપ

 રાજ્યના રાજકોટના મવડી ગામમાંથી મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. રાજકોટના મવડી ગામમાં અંધશ્રદ્ધાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. મવડી ગામમાં રહેતી યુવતીએ ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરી છે. યુવતીએ ઝેરી દવા ગટગટાવતા પરિવાર સારવાર માટે હોસ્પિટલ લઈ ગયો હતો. મળતા અહેવાલ પ્રમાણે  26 વર્ષીય યુવતીના પિતાએ સ્થાનિક ભુવા પર ગંભીર આરોપ લગાવ્યો છે.

ભુવાએ ઝેરી દવા પીવડાવીને તેની હત્યા કરવાનો આરોપ

ભુવા કેતન સાગઠિયાએ ઝેરી દવા પીવડાવીને તેની હત્યા કરી નાખી છે. ભુવાએ યુવતીને ડરાવી હતી કે તારા પિતાનું મૃત્યું થઇ જશે જેથી વિધિ કરાવવા મવડી સ્મશાને બોલાવી હતી.

સતત ભુવાના સંપર્કમાં હતી

ત્યાર બાદ સતત ભુવાના સંપર્કમાં હતી. ભુવા પાસે જોવડાવવા ગયા બાદ તેને સંપર્કમાં આવી અને પછી લગ્ન કરી લીધા હતા, યુવતીના પિતાએ ભુવા પર ગંભીર આરોપ લગાવ્યા હતા જેમાં અનેક દીકરીઓની જિંદગી બગાડી છે. 

આ સમાચાર શેર કરો