ઊડતા રાજકોટ! 18 લાખના હેરોઈન સાથે 2ની ધરપકડ, તહેવાર તાકડે SOGની મોટી કાર્યવાહી
ગુજરાતમાંથી અનેક વખત નશાકારક પદાર્થો ઝડપાવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે હવે રાજકોટમાંથી મોટા પ્રમાણમાં હે

ગુજરાતમાંથી અનેક વખત નશાકારક પદાર્થો ઝડપાવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે હવે રાજકોટમાંથી મોટા પ્રમાણમાં હેરોઈન ઝડપાયું હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે, રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રૃપે મોટા જથ્થામાં હેરોઇન ઝડપી પાડ્યું છે.
સ્પેશિયલ ઓપરેશન ગ્રૃપને બાતમી મળી હતી અને એના આધારે બે શખ્સોની કુવાડવા રોડ પરથી ધરપકડ કરવામા આવી છે. SOGની ટીમે ફૈઝલ ચૌહાણ, રાજમલ મીણા નામના યુવાનની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી. આ બે શખ્સો પાસેથી રૂ. 18 લાખથી વધુની કિંમતનું 392 ગ્રામ હેરોઇન મળી આવ્યું છે.






