VIDEO: માંગરોળમાં વરસાદી તબાહી: ભરાયેલા પાણીના નિકાલ માટે તંત્રની યુદ્ધના ધોરણે કામગીરી
જુનાગઢના માંગરોળ તાલુકામાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન અસ

જુનાગઢના માંગરોળ તાલુકામાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ઘરોમાં પાણી ઘૂસવાથી લોકોની ઘરવખરી અને અનાજને ભારે નુકસાન થયું છે. સ્થાનિકોની માંગ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને પમ્પિંગ મશીનોની મદદથી યુદ્ધના ધોરણે પાણીના નિકાલની કામગીરી હાથ ધરી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં તંત્રની ટીમો સતત મોનિટરિંગ કરી રહી છે. બીજી તરફ, નુકસાન ભોગવનારા લોકોએ યોગ્ય સર્વે કરી વળતર ચૂકવવા માંગ કરી છે. આ અંગે મામલતદાર વી.બી. મોરી, ખારવા સમાજના પટેલ પરસોતમભાઈ અને દામોદર ચામુંડીયાએ પરિસ્થિતિની ગંભીરતા દર્શાવી તંત્રને ઝડપી રાહત કામગીરી કરવા અનુરોધ કર્યો છે. લોકો જનજીવન સામાન્ય થવાની આશા રાખી રહ્યા છે.




