ગુજરાતમાં ફરી આ સ્થાનો પર ભરશિયાળે પવન સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં વાતાવરણ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેમાં રાજ્યમાં ફરી એક વખત માવઠાની આગાહી કરવામા

ગુજરાતમાં વાતાવરણ અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેમાં રાજ્યમાં ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ રાજસ્થાનમાં ઇન્ડ્યુસ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે.
આ પણ વાંચો : ચાઈનીઝ દોરી મામલે હાઈકોર્ટની ટકોર બાદ અમદાવાદ પોલીસની લાલ આંખ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતાં તાપમાન ઊંચકાયું છે. મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 1-2 ડિગ્રી વધ્યું છે. રાજ્યમાં પવનની દિશા ઉત્તર થી ઉત્તર પૂર્વની રહેશે તેમજ પવનની ગતિ 10/15 કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે.અમદાવાદમાં આજે 16.6 જયારે ગાંધીનગરમાં 14.2 ડિગ્રી તાપમાન રહ્યું હતું. નલિયામાં રાજ્યનું સૌથી ઓછું 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં આજે 16 ડિગ્રી તાપમાન સાથે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.




