Junagadh: કેશોદ પંથકમાં અનરાધાર વરસાદ, સોમનાથ નેશનલ હાઈવે પર પાણી ભરાયાં
જુનાગઢ જિલ્લાના કેશોદ પંથકમાં મેઘરાજાએ અનરાધાર બેટિંગ કરી છે. જેને લઇ લોકોમાં ભારે હાલાકી જ
જુનાગઢ જિલ્લાના કેશોદ પંથકમાં મેઘરાજાએ અનરાધાર બેટિંગ કરી છે. જેને લઇ લોકોમાં ભારે હાલાકી જોવા મળી રહી છે. ભારે પવન અને વરસાદના કારણે કેશોદ શહેર અને આસપાસના વિસ્તારોમાં જનજીવન ખૂબ જ પ્રભાવિત થયું છે.
કેશોદ શહેરની નજીકથી પસાર થતો જેતપુર-સોમનાથ નેશનલ હાઈવે ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે. મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. અનેક વાહનો પાણીમાં ફસાઈ જવાથી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા છે. હાઈવે પર ફસાયેલા વાહન ચાલકો અને મુસાફરોને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.


