મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : અમદાવાદ પર મેઘરાજા મહેરબાન, એસજી હાઇવે સહિત અનેક વિસ્તારમાં પડ્યો વરસાદ

Rain in Ahmedabad: રાજ્યમાં વિધિવત ચોમાસાની શરૂઆત થઇ છે. આજે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો હતો. ત્યારે આખા

VIDEO : અમદાવાદ પર મેઘરાજા મહેરબાન, એસજી હાઇવે સહિત અનેક વિસ્તારમાં પડ્યો વરસાદ

Rain in Ahmedabad: રાજ્યમાં વિધિવત ચોમાસાની શરૂઆત થઇ છે. આજે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો હતો. ત્યારે આખા દિવસના બફારા અને ઉકળાટ બાદ સાંજે અમદાવાદમાં મેઘરાજાની પધરામણી થઇ હતી. 

શહેરમાં સરખેજ, પ્રહ્લાદનગર, ઇસ્કોન, બોપલ, ગોતા, એસ.જી હાઇવે સહિત અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી પ્રસરી જવા પામી હતી. વરસાદના લીધે અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે. એસ.જી હાઇવે પર ટ્રાફિક જામના દ્વશ્યો સર્જાયા હતા. 

નહેરૂનગર,  ઘાટલોડિયા, રાણીપ, વેજલપુર, વૈષ્ણવદેવી, લો ગાર્ડન, જમાલપુર, અંજલિ ચાર રસ્તા, પરિમલ ગાર્ડન, મેમનગર, શાસ્ત્રીનગર, પાલડી, લો-ગાર્ડન, નારણપુરા વરસાદ પડ્યો હતો. 

આ સમાચાર શેર કરો