બોટાદ રેલ્વેના લોકો પાયલોટ વિવિધ પ્રશ્નોને લઈને ઉતર્યા ભૂખ હડતાલ પર, એકની તબિયત લથડી
બોટાદ રેલ્વેના લોકો પાયલોટ વિવિધ પ્રશ્નોને લઈને ભૂખ હડતાલ પર ઉતર્યા છે. એવામાં ભુખ હડતાલ પર બેસેલા રે

બોટાદ રેલ્વેના લોકો પાયલોટ વિવિધ પ્રશ્નોને લઈને ભૂખ હડતાલ પર ઉતર્યા છે. એવામાં ભુખ હડતાલ પર બેસેલા રેલ્વેના લોકો પાયલોટની તબિયત લથડી હતી. જેથી તાત્કાલિક ૧૦૮ દ્વારા પાયલોટને સારવાર માટે સોનાવાલા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં રેલ્વે પાયલોટની હાલ બોટાદની હોસ્પિટલ ખાતે સારવાર શરૂ કરવામાં આવી છે.
બોટાદ રેલ્વેના લોકો પાયલોટ ગઈકાલથી ૩૬ કલાકના અલ્ટીમેટમ સાથે ભૂખ હડતાલ પર બેઠા છે. જેમાં ડીએ એલાઉન્સમાં વધારો, કિલોમીટર એલાઉન્સમાં વધારો, રેસ્ટમાં વધારો, ઇન્ટરડીવિઝન બદલી જેવી અનેક માંગોને લઈને લોકો પાયલોટ ભૂખ હડતાલ પર બેઠા છે. જ્યાં એક પાયલટની તબિયત લથડી જતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.




