માવા-પનીર વેચતા વેપારીઓને ત્યાં દરોડા, તહેવાર ટાણે કોર્પોરેશન ફુડ વિભાગની કાર્યવાહી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનુ ફુડ વિભાગ તહેવાર ટાણે જાગ્યુ છે.શહેરના કાલુપુર અને વેજલપુર વિસ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનુ ફુડ વિભાગ તહેવાર ટાણે જાગ્યુ છે.શહેરના કાલુપુર અને વેજલપુર વિસ્તારના માવો અને પનીર વેચતા આઠ વેપારીઓને ત્યાં કાર્યવાહી કરી શંકાસ્પદ લાગતા 724 કિલોગ્રામ જથ્થો વેચાણ માટે ફુડ વિભાગે સ્થગિત કર્યો છે.આ જથ્થાની કિંમત રુપિયા બે લાખથી વધુ હોવાનુ સત્તાવારસૂત્રમાંથી જાણવા મળ્યુ છે.
હંમેશની જેમ કોર્પોરેશનનુ ફુડ વિભાગ દ્વારા દશેરા પર્વ પહેલા વિભાગની કામગીરી બતાવવા ફાફડાના 6,જલેબીના 11 શંકાસ્પદ સેમ્પલ લેવાયા છે.મીઠાઈ અને દૂધની બનાવટ વગેરે થઈ એક સપ્તાહમાં 146 ફુડ સેમ્પલ લઈ લેબોરેટરી તપાસ માટે મોકલી અપાયા છે.રાજયમાં અમદાવાદથી પણ નાના એવા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગ તરફથી મોટા પ્રમાણમાં પનીર અને દૂધ તથા દૂધની બનાવટોનો જથ્થો સીઝ કરાય છે.જયારે અમદાવાદમાં ફુડ વિભાગ માત્ર નામ પુરતી જ કાર્યવાહી કરે છે



