Video: વિજાપુરમાં પનીર બનાવતી ફેક્ટરી પર ફૂડ વિભાગની રેડ, તપાસમાં નમુના થયા ફેલ
મહેસાણા જિલ્લાના વિજાપુરમાં ડુપ્લીકેટ પનીર બનાવતી એક ફેક્ટરી પર મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કડક કા
મહેસાણા જિલ્લાના વિજાપુરમાં ડુપ્લીકેટ પનીર બનાવતી એક ફેક્ટરી પર મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કડક કાર્યવાહી કરી છે.ફૂડ વીભાગની તપાસમાં પનીરના નમુના ફેલ સાબિત થયા હતા. તપાસ દરમિયાન પનીરના નમુનાઓમાં વેજીટેબલ ફેટની હાજરી જણાઈ હતી. ફૂડ વિભાગે ફેક્ટરીનું કાયમી લાયસન્સ રદ્દ કરી દીધું છે અને અધિકૃત કલેક્ટરની કોર્ટમાં કેસ નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે. ફેક્ટરી સંચાલકને અંદાજે 10 લાખથી વધુ દંડ થઈ શકે છે. અગાઉ પણ ફેક્ટરીનું કવરેજ કરવા ગયેલા પત્રકારો પર હુમલો કરવામાં આવ્યો




