સુરેન્દ્રનગર જિલ્લો: થાનમાં ગેરકાયદેસર કાર્બોસેલની 100થી વધુ ખાણો પર દરોડા, 50થી વધુ મજૂરોને કાઢ્યા બહાર
સુરેન્દ્રનગર જિલ્લાના થાન વિસ્તારમાં ગેરકાયદેસર કાર્બોસેલની 100થી વધુ ખાણો પર મોટા પાયે દરોડા પાડવામાં આવ

સુરેન્દ્રનગર જિલ્લાના થાન વિસ્તારમાં ગેરકાયદેસર કાર્બોસેલની 100થી વધુ ખાણો પર મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં પ્રાંત અધિકારીએ ખનિજ ચોરીની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રંગે હાથે ઝડપી પાડી. મુળી અને ચોટીલા મામલતદારો તેમજ તલાટીઓની ટીમે વહેલી સવારે આ દરોડા હાથ ધર્યા હતા.
કરોડો રૂપિયાનો ગેરકાયદેસર કાર્બોસેલનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો
જેમાં ટ્રેક્ટર, ચરખીઓ સહિત કરોડો રૂપિયાનો ગેરકાયદેસર કાર્બોસેલનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો..આ દરોડા દરમિયાન 50થી વધુ મજૂરોને ખાણોમાંથી બહાર કાઢવામાં આવ્યા. તપાસમાં ખુલાસો થયો કે આ મોટાભાગની ગેરકાયદેસર ખાણો સરકારી ખરાબાની જમીનો પર ચાલી રહી હતી.
ખનિજ ચોરી સાથે સંકળાયેલા માફિયાઓમાં ગભરાટનો માહોલ
ખાસ વાત એ છે કે આ કાર્યવાહી દરમિયાન પોલીસની ટીમોને પ્રાંત અધિકારીએ દૂર રાખી, જેનાથી ખનિજ માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. આ દરોડા ખાસ કરીને જામવાડી વિસ્તારમાં પાડવામાં આવ્યા હતા, જેના કારણે ખનિજ ચોરી સાથે સંકળાયેલા માફિયાઓમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો.






