મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: SMCના ત્રણ પોલીસ સ્ટેશનની હદમાં દરોડા, લાખોનો દારૂ અલગ અલગ કારમાંથી ઝડપાયો

ગુજરાતમાંથી ફરીથી મોટા પ્રમાણમાં દારૂના જથ્થા સાથે વિવિધ વિસ્તારોમાંથી લાખોના દારૂ સાથે 4 શખ્સોની ધરપકડ કરી છે.

અમદાવાદ: SMCના ત્રણ પોલીસ સ્ટેશનની હદમાં દરોડા, લાખોનો દારૂ અલગ અલગ કારમાંથી ઝડપાયો

ગુજરાતમાંથી ફરીથી મોટા પ્રમાણમાં દારૂના જથ્થા સાથે વિવિધ વિસ્તારોમાંથી લાખોના દારૂ સાથે 4 શખ્સોની ધરપકડ કરી છે.  અમદાવાદમાં સ્ટેટ મોનીટરીંગ સેલે ફૂલ એક્શનમાં દરોડા પાડ્યા હતા. શહેરના ત્રણ પોલીસ સ્ટેશનની હદમાં દરોડા પાડ્યા છે.

સોલા પોલીસ સ્ટેશનની હદમાંથી  12.40 લાખનો દારૂ ઝડપાયો

સ્ટેટ મોનીટરીંગ સેલે સોલા,સરખેજ તથા નારણપુરા પોલીસ સ્ટેશનની હદમાં દરોડા પાડ્યા છે. આ દરોડામાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો છે. સ્ટેટ મોનીટરીંગ સેલે સૌથી વધુ વિદેશી દારૂનો જથ્થો સોલા પોલીસ સ્ટેશનની હદમાંથી ઝડપી પાડ્યો છે. 

સરખેજ પોલીસ સ્ટેશનની હદમાંથી 6.43 લાખનો દારૂ ઝડપાયો 


સ્ટેટ મોનીટરીંગ સેલને બાતમી મળી હતી કે છારોડી પાટીયા પાસે ઈનોવા કારમાં દારૂની હેરાફેરી થઈ રહી છે, આ બાતમીના આધારે SMCની ટીમે દરોડા પાડીને ૧૨.૪૦ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો હતો. SMCએ સરખેજ પોલીસ સ્ટેશનની હદ માંથી કુલ રૂ.૬.૪૩ લાખની કિમંતના વિદેશી દારૂનો જથ્થો દબોચ્યો હતો.

નારણપુરા પોલીસ સ્ટેશનની હદમાંથી 4.56 લાખનો દારૂ ઝડપાયો 

આ સાથે બે શખ્સોની ધરપકડ પણ કરી હતી. ત્રીજા દરોડામાં નારણપુરા રેલવે ક્રોસિંગ પાસેથી કુલ રૂ.૪.૫૬ લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપ્યો હતો. આ દારૂના જથ્થા સાથે એક શખ્સની પણ ધરપકડ કરવામાં આવી છે. તો બીજી તરફ આ ત્રણેય દરોડામાં વિવિધ કારોમાં દારૂની બેરોકટોક હેરાફેરી ચાલતી હતી. સ્થાનિક પોલીસ પણ ઉંઘતી ઝડપાઈ છે.  ઉલ્લેખનીય છે કે વાંરવાર અમદાવાદમાંથી દારૂ ઝડપાય છે.

આ સમાચાર શેર કરો