મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરામાં હાઈપ્રોફાઈલ જુગારધામ પર દરોડો: કોઈન સિસ્ટમથી ચાલતા અડ્ડા પરથી મકાન માલિક સહિત 9 શખ્સો ઝડપાયા

વડોદરા શહેરના કપુરાઈ પોલીસ સ્ટેશનની ટીમે

વડોદરામાં હાઈપ્રોફાઈલ જુગારધામ પર દરોડો: કોઈન સિસ્ટમથી ચાલતા અડ્ડા પરથી મકાન માલિક સહિત 9 શખ્સો ઝડપાયા
આ સમાચાર સાંભળો

વડોદરા શહેરના કપુરાઈ પોલીસ સ્ટેશનની ટીમે વાઘોડિયા-ડભોઈ રિંગ રોડ વિસ્તારમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી મકાન માલિક સહિત કુલ 9 ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી કુલ રૂ.2,52,840નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસને બાતમી મળી હતી કે વાઘોડિયા-ડભોઈ રિંગ રોડ પર યોગી રેસિડન્સીમાં રહેતા અશોકભાઈ વ્રજલાલ ગાંધી પોતાના મકાનમાં બહારથી લોકોને બોલાવી પત્તા-પાનાનો હારજીતનો જુગાર રમાડે છે. જુગાર રમવા આવતા લોકોને રોકડા રૂપિયા લઈને તેના બદલામાં પ્લાસ્ટિકના કોઈન આપવામાં આવતા હતા અને દરેક બાજી દીઠ રૂ.50 કમિશન વસૂલવામાં આવતું હતું.

બાતમીના આધારે કપુરાઈ પોલીસ ટીમે દરોડો પાડતા મકાન માલિક સહિત કુલ 9 ઇસમો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.31,240, 8 મોબાઇલ ફોન, 65 પ્લાસ્ટિકના કોઈન, 2 વાહનો અને 8 ખુરશીઓ સહિત કુલ રૂ.2,52,840નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ઝડપાયેલા આરોપીઓમાં અશોકભાઈ વ્રજલાલ ગાંધી, ધવલકુમાર અશોકભાઈ શાહ, નિમેશ કનૈયાલાલ પરીખ, પિનલકુમાર જયંતિલાલ શાહ, પ્રિતેશકુમાર રજનીકાંત શાહ, દિપેશ વિજયકુમાર શાહ, જયસુખભાઈ છગનલાલ શાહ, નવનીત ગોરધનદાસ શાહ અને રાજેન્દ્રકુમાર ચીમનલાલ શાહનો સમાવેશ થાય છે.

કપુરાઈ પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો