હિન્દુ નેતાને ધમકી આપનાર મૌલાનાના ભાઈની પૂછપરછ, એજન્સીની એક ટીમે નેપાળમાં શરૂ કરી તપાસ
હિન્દુ નેતાઓને ધમકી આપવાના કેસમાં સુરતમાંથી મૌલાનાની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે મૌલાના સોહેલ

હિન્દુ નેતાઓને ધમકી આપવાના કેસમાં સુરતમાંથી મૌલાનાની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે મૌલાના સોહેલ હાલ 10 દિવસના રિમાન્ડ પર છે. આ કેસમાં હાલ ક્રાઈમ બ્રાંચ દ્વારા મૌલાનાના ભાઈની ક્રાઈમ બ્રાંચ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી છે. મૌલાનાના ભાઈને હાલ ક્રાઈમ બ્રાંચ ખાતે લઈ આવવામાં આવ્યો છે.
નેપાળમાં તપાસ શરૂ
મૌલાનાની તપાસમાં તેણે કરેલા ઇન્ટરનેશનલ કોલની વિગતો એકઠી કરવામાં આવી રહી છે. ત્યારે મૌલાનાના ભાઈને પૂછપરછ માટે સુરત ક્રાઈમ બ્રાન્ચ લઈ આવવામાં આવ્યો છે. હાલ તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. મૌલાના કેસમાં એજન્સીની એક ટીમ નેપાળ પહોંચી છે. જ્યાં તપાસ શરૂ કરવામાં આવી છે.
હથિયારો સહિતની તપાસ શરૂ
મૌલાના દુબઈ, નેપાળ અને પાકિસ્તાન સિવાય અન્ય દેશોમાં કરેલા કોલની વિગતના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. મૌલાનાએ લીધેલી સોપારીના પૈસા તેને મળ્યા છે કે કેમ અને જે હથિયાર પાકિસ્તાનથી ભારતમાં આવી ગયા છે. તે દિશામાં પણ એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. મૌલાના હિન્દુ સંઘના આગેવાનોની ચૂંટણી દરમિયાન હત્યા કરવાનો હોવાની વિગતો પણ પોલીસના હાથ લાગી છે.








