મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મોટા સમાચાર/ સંકલન સમિતિમાંથી પી.ટી.જાડેજાએ આપ્યું રાજીનામું, ટૂંક સમયમાં કરશે મોટો ધડાકો

ક્ષત્રિય આંદોલન હાલ પૂર્ણ છે, ત્યારે આ વચ્ચે મોટા અહેવાલ સામે આવ્યા છે, ક્ષત્રિય સંકલન સમિતિમાંથી પી.ટી.

મોટા સમાચાર/ સંકલન સમિતિમાંથી પી.ટી.જાડેજાએ આપ્યું રાજીનામું, ટૂંક સમયમાં કરશે મોટો ધડાકો

ક્ષત્રિય આંદોલન હાલ પૂર્ણ છે, ત્યારે આ વચ્ચે મોટા અહેવાલ સામે આવ્યા છે, ક્ષત્રિય સંકલન સમિતિમાંથી પી.ટી. જાડેજાએ રાજીનામું આપ્યું છે. સાથે સાથે તેમણે કહ્યું કે ટૂંક સમયમાં મોટો ખુલાસો કરીશ. તો બીજી તરફ લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ છે. ત્યારે અચાનક ક્ષત્રિય સંકલન સમિતિમાંથી પી.ટી. જાડેજાએ રાજીનામું ધરી દેતા અનેક પ્રકારના સવાલો પણ ઊભા થયા છે. 

 પીટી જાડેજા આ ઓડિયોમાં સંકલન સમિતિને ગદ્દાર ગણાવી

ક્ષત્રિય સમાજના અલગ અલગ ગ્રૂપ અને સોશિયલ મીડિયામાં ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. પીટી જાડેજા આ ઓડિયોમાં સંકલન સમિતિને ગદ્દાર ગણાવી છે. અલગ અલગ છ ઓડિયો મેસેજ કરીને સંકલન સમિતિના હોદ્દેદારોને પી.ટી જાડેજા દ્વારા ધમકાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. 

જુદી જુદી 6 ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. ઓડિયો ક્લિપમાં પી.ટી.જાડેજાએ કહ્યું તૃપ્તિના રાઓલ સહિત 5 વ્યક્તિઓના પુરાવા મારી પાસે છે.સંકલન સમિતિ ગદ્દાર છે, અને હુ તેને પર્દાફાશ કરીશ.વધુમાં તેમણે કહ્યું કે મે શબ્દોમાં મર્યાદા રાખી છે, પરંતુ કાલે હું શબ્દોમાં મર્યાદા નહિ રાખું

.હું સમાજને પૂછીશ કે શા માટે સંકલન સમિતિ મારી સાથે નથી? પહેલા તમારી પરીક્ષા લઈશ પછી સમાજને પૂછીશ કે સંકલન સમિતી મારી સાથે નથી તમે મારી સાથે છો કે કેમ નહિતર રાજીનામું આપું.

પી.ટી. જાડેજાએ રાજીનામું ધરી દેતા અનેક પ્રકારના સવાલો પણ ઊભા થયા

લોકસભા ચૂંટણી સમયે પરશોત્તમરૂપાલાએ વિવાદિત ટીપ્પણી કરી હતી, ત્યાર બાદ ક્ષત્રિય સમાજનો રોષ વધ્યો હતો. તે ધીમે ધીમે આંદોલનમાં ફેરવાયો છે. ક્ષત્રિય સમાજે આંદોલન ઉગ્ર કર્યું હતું અને ભાજપનો ખુલ્લેઆમ વિરોધ શરૂ કર્યો હતો. ક્ષત્રિય સમજાને સંકલનની સમિતિની રચના કરી હતી. સરકારના મંત્રીઓ અને સંકલન સમિતિ વચ્ચે  સંખ્યાબંધ બેઠકો યોજી હતી, પણ તે બેઠકો નિષ્ફળ રહી હતી.

આ સમાચાર શેર કરો